શુક્રવાર, 18 ડિસેમ્બર, 2009

ભાષા



કેનેડા આવ્યા પછી ઘણા લોકોના સંસર્ગમાં આવી. ચાર મહિના નોકરી કરી એમાં એક નવી સંસ્ક્રુતિને નજીક્થી જોઇ. અહીંના લોકોની રીતભાત, પહેરવેશ, ભાષા ને બીજું ઘણું બધુ...

માયાસારાભાઇ નું "Sophistication" આ લોકો આગળ પાણી ભરે. મોંમાં સાકર રાખીને બોલતા હોય એવું મીઠું લાગે. વાતની શરુઆત જ "Hi Dear, How are you?" થી થાય.જેનો સાર્વજનિક ઉતર "Good. Thank You. How are you? " હોય. ગમે ત્યાં જાઓ આટલું તો પૂછવું જ પડે. Thank you, Welcome, sorry ને please વગર તો એક વાક્ય ના બોલે. તમારી કોઇ વસ્તુ ગમી હોય તો એના વખાણ પણ એટલી જ ઉદારતાથી કરે....અમદાવાદીઓ જેવી કંજુસાઇ નહી ;)......

લખવા બેઠી હતી બીજા વિષય પર ને વાત આખી ફંટાઈ ગઈ. ચાર મહિનાની નોકરીમાં કોરીઅન, ચીની, નેપાળી, અફઘાની, પાકિસ્તાની અને ભારતીય લોકો ને જોયા. અને એમાંના ઘણા જોયા જેમને અંગ્રેજી નહોતુ આવડતુ. તમે અંગ્રેજી બોલતા દેશમાં આવ્યા છો તો તમને આવડવું જરુરી છે. ઇંગ્લીશ બોલવું એ કાંઈ મોટી વાત નથી (અહીં ભીખારીઓ ભીખ પણ ઇંગ્લીશમાં માંગે છે). ઇંગ્લીશ એ આંતરાષ્ટ્રિય ભાષા છે એટલે જરુરી છે પણ પોતાની ભાષાના ભોગે નહી. એક સવાલનો જવાબ નથી મળતો કે ગુજરાતી કે હિંદી પ્રત્યે નહીં, ઇંગ્લીશ પ્રત્યે આટલો પ્રેમ કેમ? દક્ષિણ ભારતના લોકો તમને મળશે તો ઇંગ્લીશમાં વાત કરશે હિંદીમાં નહી. અને એક ચીની બીજાને મળશે તો એની ભાષામાં વાત કરશે.

અહીંની ગર્વમેન્ટ તમારા બાળક્ને એની માત્રુભાષા શીખવાડવાં સ્પેશ્યલ ટીચર રાખે છે જેથી તમે તમારી ભાષા ના ભૂલો અને આપણે ત્યાં સેંન્ટ્રલ સ્કૂલના છોકરાંઓ ઇંગ્લીશમાં જ વાતો કરે. હવે તો માં-બાપ પણ પોતાના છોકરાઓને ઇંગ્લિશ મીડીયમ માં જ મુકે છે. એ વાત સાચી કે ગ્લોબલાઈઝેશન વધી ગયુ છે પણ હું પોતે ગુજરાતીમાં ભણી એન્જીનીઅર થઈ અને અહીં જન્મજાત ઇંગ્લિશ બોલતી વ્યક્તિ જોડે સારી રીતે વાત કરી શકુ છું. અરે મેટ્રો શહેરમાં પણ યંગ જનરેશન ઇંગ્લીશ જ બોલે છે. હમણાં "NDTV" પર ઘણી ડીબેટ જોઇ. સાઉથ વાળા એમની ચાર ભાષા માટે ઝગડે, નોર્થ વાળા હિંદી માટે. પણ જ્યારે આ કે આવતી પેઢીને રાજકીય કે રાષ્ટ્રિય નહીં આંતરાષ્ટ્રિય ભાષા જ જોઇએ છે તો ઝગડી ને શો ફાયદો. આપણને લોકલ છાપા વાહિયાત લાગે છે (અને માં-બાપ ગર્વથી કહે છે અમારો કુંવર તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જ વાંચે છે. અને પાછુ આ વાક્ય કુંવરના ગ્યાન માટે વપરાયુ હોય તો ઠીક છે કે આંતરાષ્ટ્રિય સમાચાર પણ વાંચે છે પણ ભાષા સંદર્ભે વધુ વપરાય છે ), ગુજરાતી ભાષાની કોઇ ચોપડી વાંચે આપણને કેટલો સમય થયો????

બાર ગાઉ એ બોલી બદલાય એ આપણી ઓળખ હતી. પણ ધીમે ધીમે એ પણ બદલાઇ જશે. ભાષા એક (ઇંગ્લિશ) ખાલી બોલવાની લઢ્ણ જુદી. કાઠીયાવાડી ઇંગ્લિશ, સુરતી ઇંગ્લિશ, અમદાવાદી ઇંગ્લિશ, કચ્છી ઇંગ્લિશ, તળપદી ઇંગ્લિશ..........

પર્યાવરણની જેમ ભાષાનું પણ ગ્લોબલ વોર્મીંગ થયુ છે...બન્ને ને બચાવા આપણા હાથમાં હોય છે.......

તા. ક- આ બ્લોગ્ના શબ્દો પણ ઇંગ્લિશ આલ્ફાબેટ્માં જ લખાયા છે. સોફ્ટ્વેરએ કન્વર્ટ કરી આપ્યુ ગુજરાતી. એક ભાષા બીજી ભાષા વગર અધુરી છે. સંસ્ક્રુતના હોત તો ઇંગ્લિશ ના હોત......

રવિવાર, 18 ઑક્ટોબર, 2009

સાલ મુબારક....


આમ તો આજે પડતર દિવસ છે. પણ અમે દીવાળી કહો કે બેસતું વર્ષ, આજે જ ઉજવી નાખ્યુ. અહિં આ લોકો ના તહેવાર પણ સેટીંગ વાળા હોય શુક્રવારે આવે કે સોમવારે એટલે તમને સળંગ ત્રણ દિવસની રજા મળી જાય. અમે પણ પડતર દિવસ જ ઉજવી નાખ્યો.

અમદાવાદની દીવાળીની વાત અલગ છે. અત્યારે એવુ લાગે કે એ વખતે જે જલસાથી દીવળીઓ ઉજવી છે એનો બદલો ચુકવી રહી હોઉં. મમ્મીના ઘરે કેટકેટલું હતું. મહિના પહેલાથી ઘરની સફાઇ. જે દિવસે રૂમની દિવાલ સાબુના પાણીથી ને ચોખ્ખા પાણીથી એમ બે વખત ધોતી એનો થાક ગમતો હતો. ઘર માટે જીણું જીણું શોપિંગ, મમ્મી જોડે સ્કૂટી પર ભર તાપમાં મણિનગર, પાનકોરનાકા, ઢાલગરવાડ ફરવાનું. જ્યારે યાદ કરુ ત્યારે વિચારોના અનંત સફર પર નીકળી જવું છું. દીવાળીના કપડાં માટે દરજીના ધક્કા, સાંજ પડતાં બજારોમાં વધી જતી ભીડ, ફટાકડા લાવવા માટેની ઉતાવળ કે પછી ચાતક્ની જેમ સ્કૂલમાં પડનારા વેકેશનની જોવાતી રાહ. હા અને મોટા થયા પછી ઓફીસમાં આવનારી રજાઓની રાહ.
ધનતેરસ. જ્વેલરીની એડ્થી ભરેલાં છાપા. કદાચ દીવાળીનાં પાંચ દિવસ છાપાંમાં કોઇ ન્યુઝ જ નહતાં આવતા. અમારા ઘરે ધનતેરસે તાવડી ના ચડે એટલે નાસ્તા આજુ બાજુના દિવસે બને (તળ્યાં વગર ગુજરાતી નાસ્તા શેના કહેવાય?) ધનની પુજા, સોનીની દુકાનની વીઝીટો. તહેવાર હોય એટ્લે બંન્ને બહેનો, જીજાજી ને બચાં પાર્ટી. બહુ યાદગાર બની રહે એવા પ્રસંગો. ધમાલ મસ્તી, ફટાકડાં.

કળીચૌદશ. શીંગના દાણે ગણાતા હનુમાન ચાલીસા. તાવડીમા શેકતો મમ્મીનો મોહનથાળ (એના હાથનો મોહનથાળ એક વાર ખાઓ તો ખાધા જ કરો. એમાં એ ઘી નહી એનો પ્રેમ રેડે છે). મોહનથાળ પછી સુખડી, તીખી જાડી સેવ, ઘુઘરાં જે પહેલાં નાની બનાવી આપતી પછી હું બનાવતી. મમ્મી કહેતી મારી કાંગરી સરસ થાય છે.ચેવડો, સાટાં, ઘારી, સુંવાળી, મઠીયા ને કેટલા બધા નાસ્તા. પણ જ્યાં સુધી આ બધા ભગવાનના દીવાળીના અન્નકુટના ના નીકળે ત્યાં સુધી ખાવાના નહી.અને આ બધુ દુધનું બને જેથી ચોખ્ખું રહે.અને રાતે દહીંવડાં. ને દીવાળીની રાહ.

દીવાળી. આ તો દિવસ જ કૈ અલગ ઉગતો હોય છે. એ દિવસે મને પર્સનલી કાળાં કપડાં પહેરવા વધુ ગમતા. નવા કપડાં પહેરી બહેનોના સાસરે મીઠાઇ આપવા જવાનું. અને બપોરથી શરુ થતી રંગોળી. એ જ દિવસે કલર લાવવા મણિનગર ધક્કા ખાવાનાં, મોટા અવાજે ગીતો સાંભળતાં થતી રંગોળી.અને સાંજ પડતાં જ દીવાથી ઘર એટલું સજાવતી. એ દિવસનું નામ દીવાળી છે એટલે કાઇ ના કરો તો પણ એ દિવસ એના પોતનામાં ખાસ છે.એટલા ફટાકડા ફુટે કે તમે પોતે બસ કહી દો.અને રાતે મોડા બહેનો જાય પછી રાતે ૧૨ વાગે રંગોળી પતે. પછી બેસતા વરસની તૈયારી શરુ થાય. રાતે ૧ વાગે છાપું આવે જે વાંચીને સુઇ જાઇએ.

બેસતુ વરસ. એ દિવસે સવાર ૫ વાગે પડે. સબરસ લઈ લો ના અવાજો. ફટાકડા જે કદાચ આખી રાત ફુટતા હશે. ને સવારે ૫ વાગે હું ને ઘનો (કાકા નો દિકરો) બોમ્બ ફોડતાં. પછી કચરો વળતા ઘરમાં અવું બોલવાનું "આળસ આળસ જજો, લક્ષ્મી લક્ષ્મી આવજો". નવી ચાદર, તકીયા.....સવારથી નવાં કપડાં, અને મહેમાનો નો કાફલો.મને સવારે ઘરે જ રહેવું ગમતું, ખાલી મંદીર જઈ આવતી. હેપ્પી ન્યુ યર, સાલ મુબારક...પગે લાગવાનું ને રોકડી મળે એ બહુ ગમતી........બહેનો આવતી. સાથે ખાતાં,બહુ સુંદર જતો એ દિવસ.

અને જે દિવસની કેટલાય સમયથી રાહ જોતાં હોવ એ દિવસ તો હાથ માંથી માટીની જેમ સરી જાય છે.હા એ દિવસે ડાયરી કાયમ લખતી. દીવાળી ત્યાં રહી ગઈ એની સાથે ડાયરી પણ રહી ગઈ.

અહીં આ સાલ દીવાળીમાં કઈ જ નથી કર્યુ. બસ બપોર ના કલાક, દોઢ કલાક આ બ્લોગ લખતાં જે સમય લાગ્યો એમાં એ દિવસો જીવી લીધા કે એવી કોશિશ કરી લીધી...........
બાય ધ વેય સાલ મુબારક.....

P.S- Rangoli in the picture above was done by me in Diwali-2007. My last diwali at "mummy na ghare".....:)

શુક્રવાર, 19 જૂન, 2009

Collection-2

"Everything –absolutely everything that happens in our life has a spiritual cause. Events on all other level - mental, emotional and physical are only effects.
When we are struggling with any challenge, whether it be ill health, a lack of money, a lost job, relationships, an accident, whatever we need to look for spiritual learning. We can ask ourselves, ‘ what quality does my soul want me to live more fully? “If you start to think the problem is out there, stop yourself. That thought is the problem.”
- Stephen Covey

"Do nothing to cheapen yourself or lose respect for yourself. Let your own integrity be the standard of rectitude and let your own dictates be stricter than any law."
-Batter Grasian

"Everybody is ignorant, Only on different subject."

"When things get rough remember its the rubbing that brings out the shine."

"Research is a very good word. And the meaning is certain plain; When results are still quite absurd; It literally means "Search Again".

"I want to know the thoughts of God ; the rest are details."
-Albert Einstein

"There are tears, cheers, dolls and chocolates. Dancing on toes, smiling with dimples. That's how it is - Girls will be girls"

"Telling a lie is a fault for a little boy, an art for a lover, an accomplishment for a bachelor and a matter of survival for a married man."
-SMS

"Every mother hopes that her daughter will marry a better man than she did, and is convinced that her son will never find a wife as good as his father did."
-Martin Anderson

"Don't worry and fret fainthearted,
The chances have just begun,
For the best jobs haven't been started,
The best work (Blog ;)) hasn't been done"






મંગળવાર, 9 જૂન, 2009

Collection-1

"હે ઇશ્વર તુ મારી અંદર બેસીને જે જે આગ્ના કરે છે તે પ્રમાણે હું વર્તન કરુ છું. તરી આગ્ના પ્રમાણે પ્રેમ કરું છું, પછડાઉં છું, પાછો ઊભો થઈને પ્રેમ કરું છું. એ પછડાટોમાં મને ઇશ્વરે સંદેશ આપ્યો ચે કે મરે માત્ર પ્રેમ કરતા રહેવાનું, બાકી નું હું સંભાળી લઈશ."
-કાકાસાહેબ કાલેલકર

"પરફેકશન? પૂર્ણતા? તદન વાહિયાત ને હાસ્યાસ્પદ વાત છે. સત્ય એ છે કે તમારી પાસે કોઇ પસંદગી જ નથી. જીવનની સંપૂર્ણતા કે તમારા સર્જન્ની સંપૂર્ણતા. બન્ને વસ્તુ અસંભવ છે."

"પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને,
આ હાથ આખેઆખો બળે એમ પણ બને,
જ્યાં પહોંચવાની જંખના વરસોથી હોય,
મન ત્યાં પહોંચતા જ પાછુ વળે એમ પણ બને..."

"ઇચ્છવા પ્રમાણે જીંદગી જિવાતી નથી. કારણકે ઇચ્છાઓ હંમેશા સંજોગો પર નિર્ભર છે અને સંજોગો જીતવાની માણસે કલ્પના જ ન કરવી જોઇએ, ફક્ત સંજોગોની સામે હારી ન જવાય એ જ ખ્યાલ રાખવો જોઇએ."

"પ્રતિક્ષા કરતાં હોઇએ એટલે કોઇ આવે જ, એવું ક્યાં છે? અથવા કોઇ આવવાનું છે, એટલે પ્રતિક્ષા કરવી એવું પણ નથી.
પ્રતિક્ષા તો એટલા માટે છે કે પ્રત્યક્ષ કોઇ નથી."
-ક્રુષ્નાયન (કાજલ ઓઝા વૈધ)

"એક જીવંત અસ્તિત્વને જગાડવા માટે એલાર્મ ઘડિયાળ જેવી નિર્જીવ ચીજની જરુર પડે એ આપણા ચેતનાપૂર્ણ જીવનની એક કટાક્ષિકા જ ગણાય."
-ટેલિગ્રામ(ગુણવંત શાહ)

મંગળવાર, 2 જૂન, 2009

મહાભારત


યુ.એસ આવ્યા પછી મહાભારત જોવાનું શરુ કર્યું અને આજે એનો છેલ્લો એપીસોડ જોયો. આખા મહાભારત માં કૌરવો પર ગુસ્સો આવતો રહ્યો. નાનપણ થી જ ભીમ ને ઝેર પાયુ, લાક્ષાઘર માં આગ લગાડી,ધ્યુતક્રિડા માં કરેલું કપટ અને બધા જ ગુનાહ નું ઉપરી થાય એવું દ્રોપદી વસ્ત્રાહરણ.......પોતાની જ ભાભી ને વાળ ખેંચી રાજસભા માં લાવી, વેશ્યા કહેવી,પોતાની જંઘા પર બેસડવાનું કહેવું.............મહાભારત નું યુધ્ધ તો ત્યાર થી જ નક્કી હતું.

મહાભારત નું યુધ્ધ શરું થયુ ત્યાં સુધી કૌરવોએ કપટ સીવાય કાંઈ જ નહોતું કર્યું. સંધી માટે નારાયણ ના કહેવાથી પાંડ્વો પાંચ ગામ લેવા પણ તૈયાર થઈ ગયા હતા પણ દુર્યોધને શાંતિદુત બનીને આવેલા ક્રુષ્ણનું પણ અપમાન કર્યું હતું. યુધ્ધ માં પણ પહેલું કપટ કૌરવો એ કર્યું. જેમની સેનામાં પિતામહ ભીષ્મ,ગુરુ દ્રોણાચાર્ય,ક્રુપાચાર્ય, સૂર્યપુત્ર કણ્ર જેવા મહારથી હતા જે પોતે જાણતા હતા કે અમે અધર્મ નો સાથ આપીએ છે. અભિમન્યુ કદાચ ચક્ર્વ્યુહ ભેદી શકત પણ બધા યોધ્ધાઓએ સાથે મળી ને તેને માર્યો. ત્યારથી યુધ્ધ ના નિયમો ટુટવાનું શરુ થયું. અને તે પછી જે નિયમો ટુટ્યા એ પાંડ્વોએ તોડ્યા. જેઓ પોતે ધર્મ હતા એમણે અધર્મ કર્યો. ભીષ્મપિતા ને શીખંડી રુપે સ્ત્રી ને આગળ કરી અર્જુને બાણ ચલાવ્યા. દ્રોણાચાર્ય ને અશ્વત્થામા મરાયો કહી એ જ્યારે રથ પર નહતા, શસ્ત્રવિહીન હતા ત્યારે માર્યા. જયદ્રથ ને મારવા ખુદ ક્રુષ્ણ ભગવાને સુરજ ઢાંકી દીધો હતો. કર્ણ જોડે તો અન્યાય સિવાય કાંઈ જ થયું નહતું. તેના જન્મ થી લઈ મરણ સુધી ખુદ ભગવાને તેની સાથે અન્યાય કર્યો હતો.અને દુર્યોધનને પણ ગદા યુધ્ધના નિયમો નુ ઉલ્લંઘન કરી માર્યો હતો........આ બધુ જોઇ એમ જ લાગ્યુ કે ખુદ ભગવાન, નારાયણે પોતે આટલા કપટ કર્યા......અર્જુન જે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર કહેવાતો એણે બધાને છલથી જ માર્યા.

અધર્મ ને એકલા ધર્મથી ના જીતી શકાય???? ભગવાન પોતે જ શીખવાડે કે સારા સામે સારાપથી ના જીતી શકાય???? હું પોતે સમજી ના શકી. આજના કળીયુગ માં આનો કેટલો ઉંધો અર્થ લેવાઈ જાય ;) કે કોઈ મારી સાથે ખરાબ કરે તો હું એનું વધારે ખરાબ કરી શકું (છોને આપણે એ નક્કી કરવા જેટલા સક્ષમ ના હોઇએ). એ વખતે આપણે એ સમજી નથી શકતા કે મહાભારતના નિર્ણયો લેનાર પ્રભુ પોતે હતા. એ વાત બાજુ પર રાખીએ ને ફરીથી શરુ કરીએ.

આપણ ને બધા ને એટલું તો ખબર છે કે ધર્મ પાંડ્વો બાજુ હતો. જો દુર્યોધનની જીત થાત તો હસ્તીનાપુર ની દુરગતિ (વાટ લાગી જાત) થાત. એટલે તેનું હારવું પણ એટલું જ જરુરી હતું. તેની સાથે યુધ્ધ કરનારા જેવા તેવા નહતા. પિતામહ પોતે પરશુરામ શિષ્ય, ઇચ્છામ્રુત્યુ ધરાવનાર,પરશુરામ (જેમણે આખી પ્રુથ્વી ને હરાવી હતી એમને) ભીષ્મ પિતામહા એ હરાવ્યા હતા . જે ખાલી સ્ત્રી સામે હથીયાર ચલાવાના ન હતા એ કેવી રીતે મરત ???? જયદ્રથ, જેને એ દિવસે ના મારત તો અર્જુને પોતે સમધિ લેવી પડત. જે ક્રુષ્ણ થવા ના દેત (અર્જુન એટલે નર અને કરુષ્ણ એટલે નારાયણ બન્ને વિષ્ણુ ભગવાનના સ્વરુપ છે- બદ્રિનારાયણ). દ્રોણ જે પોતે અર્જુનના ગુરુ હતા.અને દ્રુપદ પુત્ર ધ્રુશ્ટ્ધ્યુમ જેણે તો જન્મ જ દ્રોણ ને મારવા માટે લીધો હતો.
અર્જુન જે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર કહેવાતો ત્યારે પણ જ્યારે કર્ણના કવચ-કુંડળ છલથી કઢાવી લીધા હોય.એ તો બ્રાહ્મણ અને પોતાના ગુરુના બે શાપથી પીડાતો હતો છતા અર્જુન ને હરાવવા સક્ષમ હતો. એને છલ વગર મારવો શક્ય નહતો.અને દુર્યોધન, એનું પણ શરીર ગાંધારી ને મહાદેવ ના આશીર્વાદ ને લીધે વજ્ર થઈ ગયુ હતું...જેને ભીમ કમરથી નીચે ના મારે તો મરવાનો નહતો.....અને પાછું કોઇક્ને આ ભગવાનનું વરદાન હોય કોઇક ને પેલા ભગવાનનું. અને પાછા કોઇનાય વરદાન તુટવા ના જોઇએ.એક સૂર્યપુત્ર ને બીજો ઇન્દ્રપુત્ર....પાછા બધા પાસે બ્રહ્માસ્ત્ર......અને એમાં પણ આપણને B. R. CHOPRA બતાવે તેટલું જ આપણને ગ્યાન. મને પોતાને અફસોસ છે કે મેં દુનિયાનું સૌથી મોટું કાવ્ય નથી વાંચ્યું.....
એક ક્રુષ્ણોક્તિ: "શાંતિ કોઇ પણ કિંમતે મળે એ સસ્તી છે".તે જ રીતે કોઇ પણ કિંમતે ધર્મ ની સ્થાપના થવી જ જોઇએ...

બુધવાર, 18 માર્ચ, 2009

જુનું ઘર ખાલી કરતાં


ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

-નિરંજન ભગત

જુનું ઘર ખાલી કરતાં. બાલ્મુકુન્દ દવે ની એક સુંદર અને હ્રદયસ્પર્શી ક્રુતિ. જીવનમાં દરેક જણ ને ક્યારેક તો ઘર છોડવાનો વારો આવે જ છે. કારણ ગમે તે હોય દર્દ એક જ હોય છે. ઘર જોડે જોડાયેલી અસંખ્ય યાદો, કેટલાય પ્રસંગો, ખાટામીઠા ઝઘડાઓ, નાની નાની વાતો, મોટી મોટી ચર્ચાઓ અને બીજુ ઘણુંબધુ. એક ઘર કેટલા બધાનું સાક્ષી હોય છે.

છેલ્લા છ મહિના માં ચાર ઘર ને ત્રણ દેશ બદલીશ. કોઇ પણ સ્ત્રી નું પહેલું ઘર એની માંનુ ઘર હોય છે. જુલાઇ માં એ ઘર છોડી સાસરે જતાં બહુ દુ:ખ થયુ. ૨૫ વરસ જે ઘરમાં કાઢ્યા એ છોડી ને આવી. એ અનુભવ જાણે એવો હતો કે ઝાડ ને એના મૂળિયા માંથી ઉખાડી બીજે રોપવો. સાસરું ને હૈદરાબાદ છોડતા પણ બહુ દુ:ખ થયુ. અને હવે અમેરીકા છોડતા પણ એ જ.

દરેક ઘર સાથે જોડયેલી લાગણીઓ તોડતા દરેક વખતે એ જગ્યા ના મૂળ તોડી બીજી જગ્યા એ રોપવાના હોય છે. ઘરમાં ભલે ને બે માણસ રહે કે વીસ, ઘર પ્રેમથી બને છે, લાગણી થી બને છે. અને મારા માટે યાદોથી. ઘર ખાલી કરતા હું એમાની વસ્તુઓ નહીં મારી યાદો ખાલી કરું છું. દરેક સામાન સાથે વણાયેલી લાગણીઓ ઘરમાંથી ઉલેચવાની હોય છે.

યુ.એસ ના ઘરમાં પાંચ મહીના રહી. સામાન ખાલી કરતાં ઘણી વખત એવું થતું કે કોઇ વસ્તુ રૂમમાં લેવા જઉં ને ત્યાં જ ઉભી રહી જઉ. એક સાથે ઘણા બધા પ્રસંગો આંખ સામેથી પસાર થઈ જાય. જેમ દરેક ઉંમર પોતાની સાથે એક નવો રોમાંચ, નવી મસ્તી લાવે છે છત્તા પાછળ ઘણું બધુ છુટી ગયા નું દુ:ખ રહી જાય છે. જવાની પછી બાળપણ નથી રહેતું.તેવી જ રીતે બધી જ જગ્યા પોતાની સાથે ઘણું બધુ લાવે છે છત્તા પાછળ ઘણું બધું રહી જાય છે. જેને તમે નથી યાદો તરીકે સંઘરી શકતાં કે નથી ભુલાવી શકતાં. અને એનો ભાર એનું વજન બધા સામાન કરતાં વધારે હોય છે.

અત્યારે આ ઉપરની કવિતામાં છે એવું કંઈ જ મારા ઘરમાં નથી. નથી ટપાલી આવતો કે નથી મીત્રો, મહેમાનો આવતા.

છત્તા મારા માટે મારું ઘર એટલે જ્યાં હું અને અતીત (સાથે અમારા બન્નેનો અતીત, યાદો) રહીએ એ. અમારાથી બને એ ઘર......

ગુરુવાર, 5 માર્ચ, 2009

વસંત પંચમી


વસંત પંચમી. આમ તો કયારની ગઈ અને હવે તો ફાગણ આવ્યો. અહીં યુ.એસ ની કુદરત ને નથી વસંત જોડે લેવાદેવા કે નથી ફાગણ જોડે. ભગવાને સુંદરતા દીલ દઈને આપી છે પણ જાણે એમાં જીવ પુરવાનો રહી ગયો. વસંત પંચમી એટલે જાણે કુંપળ ફુટ્યા ની વાત, જતી જતી એક ગુલાબી ઠંડી ની લહેરકી, લીમડા ની ડાળી પર બેસી બુલબુલે ગાયેલું એક સરસ મજા નું ગીત. ઠંડી માં જ્યારે ઝાડ પાન સુકાઈ ને કાંટા બની જાય છે ત્યારે વસંત જાણે એમા જીવ પૂરે છે. એવી તે કઈ જાદુ ની લાકડી કુદરત ફેરવે છે કે નિષ્પ્રાણ લાકડું એક ડાળી થઈ જાય છે.

ઠંડી જશે અને ગરમી આવશે. એક સવાલ કાયમ થી મનમાં થાય છે. ઠંડી જે ગુલાબી મોસમ છે, ખીલવાની મોસમ છે. અને ગરમી એમાંય અમદાવાદ ની ગરમી તો હાડ પીગળાવી નાખતી ગરમી હોય છે. તો પણ ઝાડ પાન ઠંડી માં કેમ સુકાઈ જાય છે અને ગરમી માં નવપલ્લવિત થાય છે. ગરમી માં એવુ તે કયુ પરિબળ છે જે એને ખીલવાની શક્તિ આપે છે. બહાર ના સંજોગો જ્યારે એની વિરુદ્ધ માં હોય છે,તાપ જ્યારે એની પરાકાષ્ઠાએ હોય છે ત્યારે હંમેશા ક્યારામાં ખીલેલા મોગરા ને જોઈ આશ્ચર્ય થાય છે.દિવસ દરમ્યાન તમે થાક થી લોથપોથ થઈ જાઓ છો ત્યારે રાત્રે અગાશીમાં આવતી રાતરાણી ની સુગંધ પ્રક્રુતિ ને સલામ કહેવાનું મન થાય એવી હોય છે.

આ જોઇને એ જ વિચાર આવતો હોય છે કે માણસે કુદરત પાસે થી કેટલું શીખવા જેવું છે. બહાર ના સંજોગો, આ દુનિયા, તમારા રસ્તા માં આવતી અડચણો ધોમ ધખતા તાપ ની જેમ તમારી વિરુદ્ધમાં જ હોય છે તમારે પોતે જ મોગરો ને રાતરાણી બનવું પડે.અને એનાથી પણ આગળ વધી જીવનમાં જો રોજ વસંત લાવીએ તો જીવન રોજ નવપલ્લવિત થાય.પણ આ દુનિયામાં રહી આ પ્રમાણે વર્તવું એ આ લખવા જેટ્લું સહેલું નથી. છત્તા આપણે આપણા, સ્વ ના ઉધાર માટે જીવનમાં રોજ વસંત આણવી જ રહી.