શુક્રવાર, 18 ડિસેમ્બર, 2009

ભાષા



કેનેડા આવ્યા પછી ઘણા લોકોના સંસર્ગમાં આવી. ચાર મહિના નોકરી કરી એમાં એક નવી સંસ્ક્રુતિને નજીક્થી જોઇ. અહીંના લોકોની રીતભાત, પહેરવેશ, ભાષા ને બીજું ઘણું બધુ...

માયાસારાભાઇ નું "Sophistication" આ લોકો આગળ પાણી ભરે. મોંમાં સાકર રાખીને બોલતા હોય એવું મીઠું લાગે. વાતની શરુઆત જ "Hi Dear, How are you?" થી થાય.જેનો સાર્વજનિક ઉતર "Good. Thank You. How are you? " હોય. ગમે ત્યાં જાઓ આટલું તો પૂછવું જ પડે. Thank you, Welcome, sorry ને please વગર તો એક વાક્ય ના બોલે. તમારી કોઇ વસ્તુ ગમી હોય તો એના વખાણ પણ એટલી જ ઉદારતાથી કરે....અમદાવાદીઓ જેવી કંજુસાઇ નહી ;)......

લખવા બેઠી હતી બીજા વિષય પર ને વાત આખી ફંટાઈ ગઈ. ચાર મહિનાની નોકરીમાં કોરીઅન, ચીની, નેપાળી, અફઘાની, પાકિસ્તાની અને ભારતીય લોકો ને જોયા. અને એમાંના ઘણા જોયા જેમને અંગ્રેજી નહોતુ આવડતુ. તમે અંગ્રેજી બોલતા દેશમાં આવ્યા છો તો તમને આવડવું જરુરી છે. ઇંગ્લીશ બોલવું એ કાંઈ મોટી વાત નથી (અહીં ભીખારીઓ ભીખ પણ ઇંગ્લીશમાં માંગે છે). ઇંગ્લીશ એ આંતરાષ્ટ્રિય ભાષા છે એટલે જરુરી છે પણ પોતાની ભાષાના ભોગે નહી. એક સવાલનો જવાબ નથી મળતો કે ગુજરાતી કે હિંદી પ્રત્યે નહીં, ઇંગ્લીશ પ્રત્યે આટલો પ્રેમ કેમ? દક્ષિણ ભારતના લોકો તમને મળશે તો ઇંગ્લીશમાં વાત કરશે હિંદીમાં નહી. અને એક ચીની બીજાને મળશે તો એની ભાષામાં વાત કરશે.

અહીંની ગર્વમેન્ટ તમારા બાળક્ને એની માત્રુભાષા શીખવાડવાં સ્પેશ્યલ ટીચર રાખે છે જેથી તમે તમારી ભાષા ના ભૂલો અને આપણે ત્યાં સેંન્ટ્રલ સ્કૂલના છોકરાંઓ ઇંગ્લીશમાં જ વાતો કરે. હવે તો માં-બાપ પણ પોતાના છોકરાઓને ઇંગ્લિશ મીડીયમ માં જ મુકે છે. એ વાત સાચી કે ગ્લોબલાઈઝેશન વધી ગયુ છે પણ હું પોતે ગુજરાતીમાં ભણી એન્જીનીઅર થઈ અને અહીં જન્મજાત ઇંગ્લિશ બોલતી વ્યક્તિ જોડે સારી રીતે વાત કરી શકુ છું. અરે મેટ્રો શહેરમાં પણ યંગ જનરેશન ઇંગ્લીશ જ બોલે છે. હમણાં "NDTV" પર ઘણી ડીબેટ જોઇ. સાઉથ વાળા એમની ચાર ભાષા માટે ઝગડે, નોર્થ વાળા હિંદી માટે. પણ જ્યારે આ કે આવતી પેઢીને રાજકીય કે રાષ્ટ્રિય નહીં આંતરાષ્ટ્રિય ભાષા જ જોઇએ છે તો ઝગડી ને શો ફાયદો. આપણને લોકલ છાપા વાહિયાત લાગે છે (અને માં-બાપ ગર્વથી કહે છે અમારો કુંવર તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જ વાંચે છે. અને પાછુ આ વાક્ય કુંવરના ગ્યાન માટે વપરાયુ હોય તો ઠીક છે કે આંતરાષ્ટ્રિય સમાચાર પણ વાંચે છે પણ ભાષા સંદર્ભે વધુ વપરાય છે ), ગુજરાતી ભાષાની કોઇ ચોપડી વાંચે આપણને કેટલો સમય થયો????

બાર ગાઉ એ બોલી બદલાય એ આપણી ઓળખ હતી. પણ ધીમે ધીમે એ પણ બદલાઇ જશે. ભાષા એક (ઇંગ્લિશ) ખાલી બોલવાની લઢ્ણ જુદી. કાઠીયાવાડી ઇંગ્લિશ, સુરતી ઇંગ્લિશ, અમદાવાદી ઇંગ્લિશ, કચ્છી ઇંગ્લિશ, તળપદી ઇંગ્લિશ..........

પર્યાવરણની જેમ ભાષાનું પણ ગ્લોબલ વોર્મીંગ થયુ છે...બન્ને ને બચાવા આપણા હાથમાં હોય છે.......

તા. ક- આ બ્લોગ્ના શબ્દો પણ ઇંગ્લિશ આલ્ફાબેટ્માં જ લખાયા છે. સોફ્ટ્વેરએ કન્વર્ટ કરી આપ્યુ ગુજરાતી. એક ભાષા બીજી ભાષા વગર અધુરી છે. સંસ્ક્રુતના હોત તો ઇંગ્લિશ ના હોત......